પુસ્તક દિવસ નિમિત્તે, વાંચવા બાબતે ઉપયોગી ટિપ્સ:
- પુસ્તક વાંચવાનું અઘરું નથી હોતું, પગ વાળીને બેસવાનું અઘરું હોય છે.
- શ્રેષ્ઠ પુસ્તકોની કમી નથી, આપણને ખરાબ પુસ્તકો સિવાય ખબર નથી.
- એક પુસ્તક વાંચવાથી જીવન નથી બદલાતું, રોજે રોજ વાંચવાની આદતથી જીવન બદલાય છે.
- ચાર દિવસ પહેલાંના બેસ્ટ સેલરને ન વાંચો, ચાલીસ વર્ષથી બેસ્ટ સેલર હોય તેને વાંચો.
- જે એમ કહે છે કે વાંચવાનો સમય નથી તેણે તેનો સ્ક્રીન ટાઇમ ચેક કરી લેવો.
- કેટલાં પુસ્તક વાંચ્યાં છે તે મહત્વનું નથી, કેટલાં પુસ્તક આત્મસાત કર્યાં છે તે મહત્વનું છે.
- સારાં પુસ્તકો વાંચો, અતિ સારાં પુસ્તકોને બીજી વાર વાંચો, અભૂતપૂર્વ પુસ્તકોને ખરીદીને રાખો.
- પુસ્તક વાંચ્યા વગર ખબર ના પડે કે ખરાબ પુસ્તક કોને કહેવાય.
- પુસ્તકો વાંચવા માટે વાચક બનવાનું ના હોય, જે પુસ્તકો વાંચે તે વાચક બની જાય.
- કોઇક પુસ્તકને અડધેથી છોડી દો તો ચાલે, પણ વાંચવાની ટેવ ના છોડવી.
- જીવન બદલે તેવું કોઈ પુસ્તક હોય તો તેને દર વર્ષે એકવાર જરૂર વાંચવું
- જે પુસ્તક વાંચવાની મજા ના આવી હોય તે બીજાને ગિફ્ટ આપી દેવું. તેને મજા આવશે.
- જે ધીમેથી વાંચે છે તે ઉત્તમ વાચક છે, જે ઝડપથી વાંચે છે તે મેરેથોન રનર છે. શ્રેષ્ઠ પુસ્તક ક્યારેય જલ્દી ન વાંચવાનું હોય.
✍️ Raj Goswami
Show more ...